તાજા સમાચારદેશ

વિશ્વના ફલક પર ભારતનો ડંકો વગાડનારા શ્રેષ્ઠ રાજનેતા PM મોદીનો આજે 70 જન્મદિવસ, જાણો તેમના જીવનની રોચક વાતો

127views

આજે દેશના લાડીલા અને માનીતા વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મદિવસ છે. ત્યારે આજ રોજ તેમના આ જન્મદિને શુભેછાઓ પક્ષના નેતાઓ, સંધના કાર્યકરો, અગ્રણીઓ અને વિશ્વના અનેક દેશોની હસ્તીઓએ આજ રોજ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર જન્મદિન વેળાએ તેમની ઝળહળતી કારકિર્દી ની એક અલગ ઝલક જોઈએ.

નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર ૧૯૫૦ ના રોજ રવિવારે સવારે 10 કલાકે ઉત્તર ગુજરાત પંથક ના મહેસાણા જીલ્લા ના વડનગર ખાતે થયો હતો. તેવામાં બાળપણ થીજ અનેરી આભા ધરાવતા નરેન્દ્રભાઈએ પ્રાથમિક શિક્ષણ વિસનગર ખાતે મેળવ્યા બાદ વધુ અભ્યાસ અર્થે અમદાવાદ આવી અહી કોલેજ નું શિક્ષણ મેળવ્યું અને આગળ જતા દિલ્હી યુનિવર્સીટીમાંથી પોલીટીકલ સાયન્સની માસ્ટર ડીગ્રી પણ મેળવી. જોકે આ દરમ્યાન નરેન્દ્ર મોદીની ખરી કારકિર્દી શરૂઆત 1965માં કાંકરિયાના જન સંઘના કાર્યકરથી થઇ હતી. અમદાવાદમાં અભ્યાસની સાથે સાથે તેઓ દરરોજ સવારે આર.એસ.એસની શાખામાં જતા હતા

નરેન્દ્ર મોદી સંઘની એક પછી એક જવાબદારીઓ ઉપાડતા ગયા અને આગળ ધપતા ગયા, વિદ્યાર્થીઓ ના હિત ની વાત હોઈ કે હોઈ સરકારનું નવનિર્માણ આંદોલન નરેન્દ્રભાઈ સદા અગ્રેસર જ હોય. ૧૯૮૦ના વર્ષમાં સંઘે નામ બદલાવી ભારતીય જનતા પાર્ટી નામ ધારણ કર્યું રાજકીય આલમ માં ભારતીય જનતા પાર્ટી એટલે કે એક ભાખોડિયા ભરતું બાળક પરંતુ નરેન્દ્ર મોદીએ આ વેળાએ પણ ગુજરાત માં ગામડે ગામડે જઇ ઘરે ઘરે ફરી પક્ષનો પ્રચાર કર્યો તેમજ પક્ષની તમામ જવાબદારીઓ સુપેરે પાર પાડી.

નરેન્દ્ર મોદી સહીતના કાર્યકરોની મેહનત રંગ લાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ને ૧૮૨ માં થી ૧૨૧ બેઠક મળી. આ ભવ્ય જીત ને પગલે ભાજપ સત્તાના સિંહાસને બીરાજયું. આમ છતાં નરેન્દ્ર મોદીને કોઈ પદની લાલચ કે ખેવના નહિ. 1986માં ભાજપ હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીને સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સોંપી અને ત્યારબાદ 1995માં રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બનાવ્યા.

પરંતુ અચાનક નરેન્દ્ર મોદીની કારકિર્દીમાં એક નવો વણાંક આવ્યો ગુજરાતની રાજકીય સ્થિતિમાં થયેલ બદલાવને પગલે ભાજપ હાઇકમાન્ડે સુકાન નરેન્દ્ર મોદીને સોંપવાનો નિર્ણય કર્યો. કદાચ નરેન્દ્રભાઈને સ્વપ્ને પણ ખ્યાલની હોય કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે. 7 ઓકટોબર ના રોજ નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા. ત્યારબાદ એક પછી એક વિધાનસભાની ચૂંટણીઓ આવતી ગઈ અને નરેન્દ્ર મોદી ભવ્ય જીત મેળવી ગુજરાતના સૌથી વધુ લાંબા સમયના મુખ્યમંત્રીના રેકોર્ડો સર કરતા ગયા એક ભાષામાં કહીએ તો નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એકતરફી માહોલ સજર્યો સતત ચાર વખત ચૂંટાઈ મુખ્યમંત્રી પદને શોભાવ્યું ત્યારબાદ તેમણે પોતાની મીટ પ્રધાનમંત્રીની ગાદી તરફ માંડી હતી.

નરેન્દ્ર મોદીએ રાત દિવસ જોયા વગર નક્કી કરેલ લક્ષ્ય માટે મંડી પડ્યા અને ખરેખર 2014ની લોકસભા ની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જીત મળી અને 26મી મેં 2014ના રોજ ભારતના 14માં વડાપ્રધાન તરીકે શપથ લીધા.

ફરી એક વાર ગુજરાત જેવી જ સ્તીથી ઉભી થઇ કે વડાપ્રધાન તો બન્યા આગળ શું કરશે અને કેમ કરશે પરંતુ અહી પણ નરેન્દ્રભાઈએ ધીરજ અને સૂઝ-બુઝ થી નિર્ણયો લઇ આગળ ધપતા ગયા એક પછી એક આકરા નિર્ણયો લેવામાં પાછી-પાની ના કરી જોતજોતા માં પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા ફરીવાર લોકસભાની ચૂંટણી આવી.

2019ની લોકસભાની ચૂંટણીમાં તો 2014 કરતા પણ વધુ બહુમતી મેળવી ફરી એક વાર વડાપ્રધાનપદે શપથ લીધા. હવે આ ટર્મમાં પીએમ મોદી વનડે નહિ પરંતુ ૨૦-૨૦ની બેટિંગ શરૂ કરી બહુમતીના જોરે એક પછી એક એતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણયને પાર પાડવામાં સફળ રહ્યા. પીએમ મોદીના આજે રોજ યશસ્વી કારકિર્દીના 70 વર્ષ પૂર્ણ 71માં વર્ષમાં મંગળપ્રવેશ કરી રહ્યા છે.