તાજા સમાચારદેશ

PM બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ક્યા અને કેવી રીતે મનાવ્યો પોતાનો જન્મદિવસ, જાણો

140views

આજે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર, 2019 નાં રોજ, પીએમ નરેન્દ્ર મોદીનો 70 મો જન્મદિવસ છે. વર્ષ 2014માં ભારતનાં વડાપ્રધાન બન્યા બાદ તેમણે પોતાનો જન્મદિવસ ક્યા અને કેવી રીતે મનાવ્યો તે વિશે આપને જણાવી દઇએ…

વર્ષ 2014

વર્ષ 2014 માં, ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત અપાવીને નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજકારણમાં મોદી યુગની જાણે શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ બહુમતી સાથે પહેલીવાર સત્તામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ 26 મે 2014 નાં રોજ ભારતનાં 14 માં વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ વર્ષે તે 64 વર્ષનાં હતા. પોતાના જન્મદિવસ નિમિત્તે તેઓ તેમની માતા હિરાબેન પાસે અમદાવાદમાં હતા. વડા પ્રધાને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા અને 95 વર્ષનાં હીરાબહેને તેમને જન્મદિવસની ભેટ રૂપે 5001 રૂપિયા આપ્યા હતા.

વર્ષ 2015

વડાપ્રધાન મોદીનાં 65 માં જન્મદિવસનાં પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી સૈનિકોને શૌરંજલિ આપવા પહોંચ્યા હતા. આ 1965 નાં ભારત-પાકિસ્તાન યુદ્ધની સુવર્ણ જયંતી સમરોહનો પ્રસંગ હતો. આ દિવસે એક બિનસરકારી સંસ્થાએ 365 કિલો લાડુ બનાવીને તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. એટલું જ નહીં, બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલે તેમને વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ ભેટ આપ્યો હતો.

વર્ષ 2016

વડાપ્રધાન મોદીનાં 66 માં જન્મદિવસ પર પીએમ નરેન્દ્ર મોદી ફરી એક વાર માતાનાં ખોળામાં હતા. તેઓ અમદાવાદમાં માતા હીરાબહેનને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ પછી તે નવસારી પહોંચ્યા હતા. નવસારીમાં એક સાથે આશરે 989 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જે એક દુર્લભ પરાક્રમ બની ગયુ હતુ.

વર્ષ 2017

પીએમ મોદી તેમના 67 માં જન્મદિવસ પર તેમના વતન ગુજરાતમાં હતા. અહીં તેમણે વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક ભજનોની વચ્ચે રાષ્ટ્રને મેગા સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ સમર્પિત કર્યો હતો. આ દિવસે તે માર્શલ અર્જણ સિંહનાં ઘરે પણ ગયા હતા, જેમનું 16 સપ્ટેમ્બરનાં રોજ અવસાન થયું હતું.

વર્ષ 2018

વડાપ્રધાન મોદીએ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં તેમનો 68 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ એક પ્રાથમિક શાળાએ પહોંચ્યા અને ત્યાંના બાળકોની સાથે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યાર બાદ, તેમણે સીએમ યોગી આદિત્યનાથ સાથે કાશી વિશ્વનાથની મુલાકાત લીધી હતી.

વર્ષ 2019

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી પોતાનો જન્મ દિવસ સાદગીથી અને પોતાના કામમાં લીન થઇને મનાવતા આવ્યા છે, ત્યારે તે 69 માં જન્મદિવસ પર પોતાના વતન ગુજરાત આવ્યા હતા. તેઓ 2019માં ગુજરાતની ‘જીવનરેખા’ ગણાતા સરદાર સરોવર ડેમ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ તેમના માતાને મળ્યા હતા.

વર્ષ 2020

દેશના પીએમ મોદી આજે 70 વર્ષના થઈ ચૂક્યા છે,સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે, આજે વહેલી સવારથી જ પીએમ મોદીને શુભેચ્છાઓની ભરમાળ મળી રહી છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ,વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહીત કેટલાક મોટા નેતાઓએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.