તાજા સમાચારગુજરાત

CM રૂપાણીએ નર્મદાના નીરના કર્યા વધામણાં, સરદાર સરોવર ડેમ છલકાયો

84views

PM મોદીના જન્મદિવસને લઈને ફરી એકવાર નર્મદા ડેમ સંપૂર્ણ 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા નર્મદાના નીરના વધામણાં કર્યા છે. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યની જીવાદોરી કહેવાતો સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે તેમને ખાસ ભેટ મળી છે. ડેમ ઓવરફ્લો થતાં આજે ખાસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઈન માધ્યમે આ ખાસ પૂજા કરી હતી.

આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, ઈતિહાસમાં બીજી વખત નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી અને આ મંજૂરીને કારણે જ ડેમ તેની મહત્તમ કેપિસિટીએ ભરાયો છે. ત્યારે ડેમ ભરાઈ જતા હવે રાજ્યમાં જળસંકટની સમસ્યા નહીં સર્જાય.

https://www.facebook.com/PunchnamuNews/videos/786191465527599/

આ સાથે CM રૂપાણીએ કહ્યું કે, આગામી 2 વર્ષ સુધી આ ડેમનું પાણી ગુજરાતના વિકાસને હરણફાળ ગતીથી આગળ વધારશે. જળ વગર જીવન નહી એમ પાણી વગર વિકાસ નહીં. પાણીથી જ વિકાસ શક્ય બને છે. ત્યારે હવે આ ડેમ ગુજરાતના વિકાસ માટે આ જીવાદોરી સાબિત થશે. આ સાથે આવનારા દિવસોમાં સરદાર સરોવર ડેમ આપણી વિકાસની તાકાત બની અડીખમ ઉભો રહેશે. સાથે જ ગુજરાતને મા નર્મદાના આર્શીવાદ મતા રહેશે.