તાજા સમાચારદેશ

કોરોના મહામારીમાં જગતના તાતના વ્હારે આવી મોદી સરકાર, 5 મહિનામાં ખેડૂતોને અપાઈ આટલા કરોડની આર્થિક સહાય

110views

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે મોદી સરકાર દ્વારા 25 માર્ચના રોજ દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું હતું. દેશભરમાં લોકડાઉન લાગુ કર્યા બાદ લોકોને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે સામાન્ય લોકોની સાથે સાથે મોદી સરકારે જગતના તાતને પણ કરોડો રૂપિયાની આર્થિત સહાય આપી હતી.

લોકડાઉનના સમય દરમિયાન કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે પીએમ-કિસાન યોજના અંતર્ગત ખેડુતોના ખાતામાં 38,282 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છે. આ માહિતી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પીએમ-કિસાન યોજના હેઠળ દેશભરના 14 કરોડ ખેડુતોને એક વર્ષમાં ત્રણ સમાન હપ્તામાં 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે.

આ ઉપરાંત સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, કોવિડ -19 ની મહામારીના સમયમાં મે અને જૂનમાં આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત 2.67 કરોડ મજૂરને મફત રાશન આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર કે રાજ્યનું રેશનકાર્ડ ન હોય તેવા પરિવારોને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ અને કુટુંબ દીઠ એક કિલો દાળ આપવામાં આવી હતી.