તાજા સમાચારદેશ

આઝાદી પછી ભારતની માત્ર 13 પૌરાણિક મૂર્તિઓ પરત લવાઈ જ્યારે મોદી સરકાર માત્ર 6 વર્ષમાં 3 ગણીથી વધુ ઐતિહાસિક પ્રતિમાઓ પરત લાવી

187views

પીએમ નરેન્દ્ર મોદીની વૈશ્વિક સ્તરે મજબૂત છબી અને ભારતના વધતા ગાઢ સંબંધોનું જ પરિણામ છે કે દેશની પૌરાણિક મૂર્તિઓને પરત લવાઈ રહી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની લગભગ 500 વર્ષ જૂની ઐતિહાસિક મૂર્તિઓ ભારતને પાછી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલ ટ્વીટ કરીને જણાવ્યું કે બ્રિટન દ્વારા લંડન સ્થિત હાઈ કમિશનને આ ત્રણેય મૂર્તિઓ સોંપાઈ છે.

મહત્વનું છે કે તામિલનાડુના એક મંદિરમાંથી 42 વર્ષ પહેલા આ ત્રણેય મૂર્તિઓ ચોરી થઈ હતી જે 815મી સદીની હોવાનું મનાય છે. બ્રિટિશ પોલીસે મંગળવારે લંડનમાં આ મૂર્તિઓને ભારતીય દૂતાવાસને સોંપી દીધી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલ, લંડન સ્થિત દૂતાવાસમાં ત્રણ પ્રતિમાઓ સોંપવા અંગે યોજાયેલા સમારોહમાં ડિજિટલ માધ્યમથી સામેલ પણ થયા હતા.

આ પ્રસંગે પ્રહલાદ પટેલે કે ભારત માટે આ એક અતિ આનંદનો વિષય છે કે આઝાદી બાદ વિદેશમાંથી આપણને ફક્ત 13 મૂર્તિઓ પાછી મેળવી શક્યા હતા. પરંતુ 2014થી લઈને અત્યાર સુધીમાં 40થી વધુ પ્રતિમાઓ પરત લાવવામાં સફળ રહ્યાં છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ ઐતિહાસિક કલાકૃતિઓ પાછી લવાશે. પીત્તળની બનેલી ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની પ્રતિમાઓ ભારતીય ધાતુ કલાનો બેજોડ નમૂનો છે.