તાજા સમાચારગુજરાત

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: કોરોનાના ટેસ્ટિંગ ચાર્જમાં 1 હજાર રૂપિયાનો કરાયો ઘટાડો

159views

રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં કોરોના વાઇરસના ટેસ્ટિંગ માટેના ચાર્જમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. જો ઘરેથી કોઈ વ્યક્તિએ ટેસ્ટ કરાવવો હશે તો હવે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ ટેસ્ટિંગ માટે 3 હજાર રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો હતો. આવતી કાલથી આ ચાર્જ લાગૂ કરવામાં આવશે તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 35,23,653 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે.