તાજા સમાચારદેશ

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કોંગ્રેસને પુછ્યા વેધક સવાલ કહ્યું – મોદી સરકાર ખેડૂતોનું હિત ઈચ્છે છે તો કોંગ્રેસને કેમ પેટમાં દુખે છે?

105views

આજ રોજ ભાજપ અધ્યક્ષ નડ્ડાએ એક પત્રકાર પરિષદનું આયોજન કરી મોદી સરકાર દ્વારા સંસદમાં લવાયેલા 3 બિલ વિશે વાત કરી હતી. ખેડૂતો માટે મોદી સરકારની કામગીરી વિશે જણાવતા તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે ખેડૂતો માટે ઉત્પાદનોને વેચવામાં મદદ કરવામાં આવશે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતો પર કોંગ્રેસનું બેવડું ચરિત્ર સામે આવી રહ્યું છે. કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરે છે.

નડ્ડાએ કહ્યું કે ‘ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ સંસદમાં 3 બિલ આવ્યા છે. જરૂરી વસ્તુ અધિનિયમ બિલ 2020 કાલે લોકસભામાં ચર્ચા થઈને પસાર પણ થઈ ગયું. એ જ રીતે ખેડૂતો ઉત્પાદનો વેપાર અને વ્યવસાય એક્ટ તથા મૂલ્યા આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત સમાધાન બિલ. ત્રણેય બિલ ક્રાંતિકારી છે. આ ત્રણેય બિલ કે જે હાલ લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાઈ રહ્યાં છે તે ત્રણેય બિલ ખુબ દૂરંદ્રષ્ટિ ધરાવે છે.’

આ સાથે કોંગ્રેસ પર નિશાન સાધતા નડ્ડાએ કહ્યું કે, ‘આજે કોંગ્રેસ પાર્ટી આ બિલોનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીનું બેવડું ચરિત્ર છે. હંમેશા દરેક ચીજમાં તેમનું કામ રાજનીતિ કરવાનું છે. કોંગ્રેસને રાજનીતિ ક્યા સિવાય બીજુ કશું આવડતું નથી.’