તાજા સમાચારદેશ

મોદી સરકારે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજના કારણે ફરી ધમધમતું થયું દેશનું અર્થતંત્ર, બેન્કોએ આપી આટલા લાખ કરોડની લોન

238views

કોરોના મહામારી સામે દેશના નાગરિકોને સુરક્ષા આપવાની સાથે સાથે આર્થિક સહાય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કોવિડ-19 મહામારી સામે લડાઇના ભાગરૂપે 12 મે, 2020ના રોજ રૂપિયા 20 લાખ કરોડ એટલે કે ભારતના GDPના 10% જેટલી રકમના વિશેષ આર્થિક અને વ્યાપક પેકેજની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું પણ આહ્વાન કર્યું હતું.

PM મોદી દ્વારા જાહેર કરાયેલા આત્મનિર્ભર ભારત પેકેજના કારણે દેશના અર્થતંત્રની ગાડી ફરી પાટા પર ચડાનના સરકારી બેંકો અને 23 પ્રાઇવેટ બેન્કોએ સરકારની લોન ગેરંટી સ્કીમ અંતર્ગત 42,01,576 MSME એકમોને 1,63,226.49 કરોડ રૂપિયાની લોન મંજુર કરી છે. કોરોના મહામારીમાં 12 મેંના રોજ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત બાદ 10 સપ્ટેમ્બર સુધીમાં આ લોન મંજુર કરી દેવાઈ છે.

દેશભરમાં કોરોના વાઈરસના કારણે દેશભરમાં આર્થિક કટોકટીનો માહોલ સર્જાયો છે. ત્યારે MSMEને બેન્ક તરફથી મોટી રાહત આપવામાં આવી રહી છે. ECLGS લોન ગેરંટી યોજનામાં MSME માટે 3 લાખ કરોડની ફાળવણી કરાઈ હતી. આ યોજના અંતર્ગત 10 સપ્ટેમ્બર સુધીમાં 42 લાખ યુનિટો માટે 1.63 લાખ કરોડ રૂપિયાની લોન મંજુર કરી દેવાઈ હોવાના નાણાં મંત્રાલયે સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ૪૨ લાખ યુનિટોને 1.63 લાખ કરોડની મંજુર લોન પૈકી 25 લાખ MSME યુનિટોને 1.18 લાખ કરોડની લોન આપી દેવાઈ છે.