તાજા સમાચારગુજરાત

સરકારી નોકરી વાંચ્છુકો માટે ખુશખબર, રૂપાણી સરકારે એક સાથે આટલી જગ્યાઓ પર બહાર પાડશે ભરતી

585views

કોરોના મહામારી અને કુદરતી આફત જેવી વિષમ પરિસ્થિતઓમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત પણ ચાલતી રહે તે માટે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા વધુ એક રોજગારલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી છે. અને ટૂંક સમયમાં ભરતી પણ હાથ ધરાશે.

રોજગારી આપવામાં અવ્વલ ગુજરાત

ઉલ્લેખનિય છે કે, કોરોના કાળમાં ગુજરાત સરકારની કામગીરી દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી સારી રહી છે. માત્ર આટલું જ નહી પરંતુ રાજ્યની રૂપાણી સરકારે કોરોનાની મહામારીમાં લોકોને આર્થિક સહાય આપવાની સાથે સાથે રાજ્યમાં વધુ રોજગારીની તકો ઉભી તે માટે સંખ્યાબંધ નિર્ણયો લીધા છે. રૂપાણી સરકારના આવા વિકાસલક્ષી નિર્ણયોના કારણે છેલ્લા 2 મહિનામાં ગુજરાતનો બેરોજગારી દર સમગ્ર દેશમાં સૌથી ઓછો રહ્યો છે. CMIE પ્રમાણે જુલાઈ 2020 માં ગુજરાતનો બેરોગારી દર 1.8 % રહ્યો, જ્યારે ઓગષ્ટ 2020 1.9 % રહ્યો છે.

ટૂંક સમયમાં ભરતી કરાશે, ઇન્ટેલિજન્સમાં 127 પોસ્ટ પર ભરતી કરાશે

પોસ્ટ જગ્યા
પોલીસ મહાનિરીક્ષક 1
પોલીસ અધિક્ષક 3
બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક 14
હથિયારી નાયબ પોલીસ અધિક્ષક 4
નાયબ પોલીસ અધિક્ષક(એમટી)
બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર
મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 1
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 383
હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 107
હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 52
મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2
પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી) 3
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) 30
બિનહથિયારી એએસઆઈ 325
બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ 952
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2130
હથિયારી એએસઆઈ 213
હથિયારી હેડ કોન્સ્ટેબલ 473
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1795
સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર 10
ઇન્ટેલિજન્સ ઓફિસર 42
આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર 75
રેડિયો ઓપરેટર
રેડિયો ટેક્નિશિયન 12
કચેરી અધિક્ષક 2
અંગત મદદનીશ 4
મુખ્ય કારકૂન 6
સિનિયર ક્લાર્ક 20
જુનિયર ક્લાર્ક 23
વાયરલેસ મેસેન્જર 3
મહિલા એએસઆઈ 4
મહિલા હેડ કોન્સ્ટેબલ 14
મહિલા પોલીસ કોન્સ્ટેબલ 10
મેડિકલ ઓફિસર 1
ડોગ હેન્ડલર 89
સફાઇકામદાર 49
કેનાલ બોય 14
પટાવાળા 16
ફોલોવર્સ 19
ડ્રાઇવર 600