તાજા સમાચારગુજરાત

રૂપાણી સરકારે આપી એવી મંજૂરી કે હવે વિશ્વ ફલક પર ઝળહળશે ગુજરાતનું નામ, જાણો સરકારના મહત્વપૂર્ણ નિર્ણય વિશે

347views

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસગાથમાં સતતને સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં રૂપાણી સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ફરી એકવાર વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઝળહળી ઉઠશે. જે અંતર્ગત હવે ભાવનગરમાં વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. CM રૂપાણીએ CNG ટર્મિલન સ્થાપવા માટેની મંજૂરી આપી છે.

રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ભાવનગર ખાતે CNG ટર્મિનલ સ્થાપવા માટે આજે વિધિવત રીતે મંજૂરી આપી દીધી છે. ત્યારે ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પ્લાન્ટ પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતો CNG ટર્મિનલ હશે. પ્રથમ તબક્કામાં રૂપિયા 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. ત્યારબાદ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ વિકસાવવામાં આવશે. ટર્મિનલ કાર્યરત થયા બાદ વાર્ષિક કાર્ગો કેપેસિટી પણ વધશે. વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે.

આ સાથે જ આખા વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગ્રુપ-કોન્સોર્રીયમ-(ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપશે. આ પ્રોજેક્ટ બનતા જ ગુજરાતમાં 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ 1900 કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેકટમાં થશે. રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે.