તાજા સમાચારદેશ

રાજ્યસભમાં પાસ થયું મહત્વનું બિલ, હવે આ ક્ષેત્રે સુરક્ષા સાથે ચેડાં થશે તો સજાની સાથે રૂ. 1 કરોડનો થશે દંડ

345views

• રાજ્યસભામાં એરક્રાફ્ટ બિલ પાસ કરવામાં આવ્યું
• વિમાન યાત્રીઓની સુરક્ષાને લગતા નિયમો બન્યા સખ્ત
• દંડની જોગવાઈ 10 લાખથી 1 કરોડ કરવામાં આવી
• મંત્રી હરદિપ સિંહએ આપી માહિતી

રાજ્યસભામાંથી એરક્રાફ્ટ સુધારણા બિલ-2020 પાસ થઈ ચૂક્યું છે, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ આ બાબતે જણાવ્યું હતું કે, આ બિલ પાસ થવાથી દેશમાં નાગરિક ઉડ્ડયવ ક્ષેત્રમાં ત્રણ નિયમનકારી સંસ્થાઓને વધુ અસરકારક બનાવવામાં આવ છે જેમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, સિવિલ એવિએશન સેફ્ટી ઓફિસ અને એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓફિસનો સમાવેશ થાય છે.

આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં વિમાન કામગીરીની સલામતીના સ્તરને વધારવામાં મદદ કરશે. બિલમાં વિમાન કાયદા 1934 માં સુધારો કરીને દંડની મહત્તમ રકમ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં, દંડની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયા છે, જે બિલમાં વધારીને 1 કરોડ કરવામાં આવી છે.

દંડની રકમમાં કરાયો વધારો

વિમાનમાં હથિયારો, દારૂગોળો અથવા ખતરનાક પદાર્થો લઈ જવાની સજા ઉપરાંત કે કોઈપણ રીતે વિમાનની સલામતી જોખમમાં મૂકવામાં આવસે તો સજાની સાથે દંડની રકમ 10 લાખ રૂપિયા હતી. આ નિયમોમાં ફેરફાર કરાયા છે. એરક્રાફ્ટ બિલમાં સુધારો કરીને, હાલની પેનલ્ટીની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.