Uncategorized

ગુજરાતના આ જિલ્લામાં તૂટશે કેકની દુનિયાનાં તમામ રેકોર્ડ, કંઈક આવા અંદાજમાં ઉજવાશે PM મોદીનો જન્મદિવસ

361views

સુરત ખાતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, છેલ્લા કેટલાક વર્ષોથી બ્રેડલાઈનર પરિવાર દ્વારા પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સામાજિક જાગૃતિનાં ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશને કોરોનાથી બચાવવા માટે પોતાની જાનની પરવાહ કર્યા વગર લોકોની સેવા કરનાર કોરોના વોરિયર્સને સન્માનિત કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. આરોગ્ય સેવા, ટ્રાફિક અને ભોજન સેવા આપનાર 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશે.

કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ અને હિંમતને કારણે અનેક લોકો કોરોના માટે સ્વસ્થ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘જાન હે તો જહાં હે’ કોરોનાને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવો ખૂબ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અમે આ વર્ષે ડિજિટલ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

ડિજિટલ ઉજવણી દ્વારા વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે, 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. અને આ વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. બ્રેડલાઈનર પરિવારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય અને લોકો સુધી પહોંચાડવા માટે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી 500 ગ્રામની કેક આપવામાં આવશે. આ કેક કોરોના વોરિયર્સ ઘરે લઈને તેના પરિવાર સાથે એક કટિંગ કરીને ઉજવણી કરશે. આગામી તારીખ 17 સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 વર્ષ પૂર્ણ કરીને 71 માં વર્ષમાં પ્રવેશ કરશે તેથી 711 કોરોના વોરિયર્સ 711 કેજી કેક આપીને સન્માન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.