સુશાંતનો કેસ CBI ને સોંપાતા ભાજપે મહારાષ્ટ્ર સરકાર પર કર્યો પ્રહાર, સંબિત પાત્રાએ અલગ જ અંદાજમાં મહારાષ્ટ્ર સરકારનો લીધો ઉધડો

મહારષ્ટ્ર સરકારના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદા આપ્યો છે. સીબીઆઈ તપાસને મંજૂરી મળ્યા પછી ભારતીય જનતા પાર્ટીના નેતા સંબિત પાત્રાએ ઉદ્ધવ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સંબિત પાત્રાએ મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ ન્યાયની જીત છે. સુશાંત સિંહ રાજપૂત ખૂબ જ શ્રેષ્ઠ કલાકાર હતા. આ રીતે તેમના વિદાયથી આખા દેશ દુખી છે. સમગ્ર દેશને ન્યાયની અપેક્ષા હતી. આખો દેશ આ દિવસની રાહ જોતો હતો. હવે ત્યાં પ્રામાણિક તપાસ કરવામાં આવશે અને દોષીઓને સજા કરવામાં આવશે.
આ સાથે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના પિતા-બહેનોએ જે હિંમત બતાવી છે તે જ સુશાંતની આત્માને ન્યાય આપાવશે,સુશાતને ન્યાય અપાવવા માટે પરીવાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને આજે તેમને સફળતા મળી છે. આજે હું સુશાંતના પરિવારને શુભેચ્છા પાઠવું છું.
આ સાથે સંબિત પાત્રાએ અલદ અંદાજમાં મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લીધો છે. પાત્રાએ કહ્યું કે,
महाराष्ट्रसरकाररोरिया_है
‘पहले महाराष्ट्र सरकार सो ‘रिया’ था,
संजय राउत सुशांत परिवार को धो ‘रिया’ था
मुंबई में सरकार रो ‘रिया’ है
दोस्तों जल्दी ही सुनेंगे
महाराष्ट्र सरकार जा ‘रिया’ है