તાજા સમાચારગુજરાત

કોરોનાનું સંક્રમણ વધતા આવતીકાલથી ગુજરાતના આ જિલ્લામાં બપોરે 1 વાગ્યા બાદ તમામ ધંધા-રોજગાર થશે બંધ

5.13Kviews

ગુજરાતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને સરકાર તથા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવામાં ગુજરાતના પાટણ શહેરમાં 350 કરતા વધુ કોરોના પોઝિટિવ કેસ આવવાના કારણે જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે બાદમાં તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પાટણ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈ અગત્યની મિટિંગ મળી હતી. જેમાં 22-7-2020 થી 31-7-2020 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે.

આ છે લોકડાઉનની શરતો

• તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ રહેશે બંદ
• ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ
• દરેક શહેરીજનને જરૂર પૂરતી જ ચીજવસ્તુઓની ખરીદી કરવાની
• ખરીદી કરવા આવેલા લોકએ 6 ફૂટનું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત
• ખરીદી બાદ ઘરે જઇને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ.