મનોરંજન

જાણો એવા અનોખા કપલ વિશે જે કોરોનાથી બચવા ધરતી પર પહેરે છે ‘સ્પેસ સુટ’

388views

કોરોના મહામારીથી વિશ્વના તમામ દેશો પરેશાન છે. તમામ દેશો આ જીવલેણ વાયરસથી બચવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં એક અનોખુ કપલ વાયરલ થયું છે. જેઓ કોરોનાથી બચવા માટે ધરતી પર ‘સ્પેસ સુટ’ પહેરે છે. ઈન્ટરનેટ પર તેની તસવીરો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યાં છે.

આ વિડીયો રોયટર્સ ઈન્ડિયાએ ટ્વિટર પર શેર કર્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કપલ સ્પેસ સુટમાં રિયો ડી જેનેરિયો બીચ પર ફરી રહ્યાં છે અને લોકો તેને જોતા જ રહી જાય છે. કેટલાક લોકો તો સાથે સેલ્ફી પણ ક્લિક કરાવે છે.

રોયટર્સના અનુસાર, 66 વર્ષનો Tercio Galdino એક એકાઉન્ટન્ટ છે. તેમણે આ સૂટ ખરીદ્યા હતાં. જોકે, આ સુટના હેલમેટ તેમણે પોતે જ તૈયાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે શરુઆતમાં તેની પત્ની સૂટ પહેરીને લોકો વચ્ચે જવાનું અસહજ અનુભવતી હતી પરંતુ આખરે તેણે ‘રોમાંચ’ સમજીને પહેરી જ લીધો.