દેશબીઝનેસ

આત્મનિર્ભર ભારત અભિયાનની પોઝીટીવ અસર, દેશની તિજોરીમાં વિદેશી હુડિયામણ અત્યાર સુધીના સૌથી ઉચા સ્તર પર

590views

ભારતનું વિદેશી ભંડોળ ફરી એક વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડાઓ પ્રમાણે દેશના વિદેશી ભંડોળમાં 6.47 અબજ ડૉલરની વૃદ્ધિ થઈ છે. આ સાથે જ કુલ વિદેશી ભંડોળ 513.25 અબજ ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.
આરબીઆઈના મતે આ ત્રણ જૂલાઈએ સમાપ્ત થતા સપ્તાહ દરમ્યાન સોનાના રિઝર્વ ભંડારનું 49.5 કરોડ ડૉલરથી વધીને 34.02 અબજ ડૉલર થયુ છે. આ પૂર્વે 26 જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી ભંડોળ 1.27 અબજ ડૉલર વધીને 506.84 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યુ હતુ.

મહત્વનું છે કે પાંચ જૂને સમાપ્ત થયેલા સપ્તાહમાં પ્રથમ વખત દેશનું વિદેશી ભંડોળ 500 અબજ ડોલરને પાર થયુ હતુ. તે સમયે વિદેશી ભંડોળમાં 8.22 અબજ ડોલરનો જોરદાર ઉછાળો નોંધાયો હતો.
વિદેશી ભંડોળમાં વધારો થવો એ કોઈ પણ દેશના અર્થતંત્ર માટે સારી બાબત કહેવાય. કારણ કે તેમાં મોટા પ્રમાણમાં ડૉલર હોય છે અને દૂનિયાભરમાં મોટાભાગના દેશોમાં ડોલરમાં જ કારોબાર થાય છે.