તાજા સમાચારગુજરાત

મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રૂપાણી સરકારે બહાર પાડ્યું આ અગત્યનું જાહેરનામું, ઝડપથી જાણી લો તમારા વિસ્તારને લગતી આ ખાસ માહિતી વિશે

680views

આગામી દિવસોમાં યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા વોર્ડ અને કોર્પોરેટરની સંખ્યા ને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે સુરતમાં મનપામાં એક વોર્ડ અને 4 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગમાં 3 વોર્ડ અને 12 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરાના સીમાંકનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં 142 વોર્ડ અને 572 બેઠકો હશે. આમ ગાંધીનગરમાં મનપામાં હવે 11 વોર્ડ અને 44 બેઠક થઈ ગઈ છે. સુરતમાં હવે 30 વોર્ડ અને 120 બેઠકો હશે. ભાવનગરમાં 13 વોર્ડ અને 52 બેઠકો હશે. વડોદરામાં 19 વોર્ડ અને 76 બેઠકો રહેશે. રાજકોટ મનપામાં 18 વોર્ડ અને 75 બેઠકો હશે. જામનગર મનપામાં 16 વોર્ડ અને 64 બેઠક રહેશે.