તાજા સમાચારગુજરાત

રાજ્યનાં તીર્થસ્થાનોનાં સર્વાંગી વિકાસ માટે સીએમ રૂપાણીએ કમર કસી, ઊચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા આ સૂચનો

156views

રાજ્યમાં આવતા પ્રવાસીઓમાંથી ૩પ ટકાથી વધુ મુખ્યત્વે ધાર્મિક હેતુસર ના યાત્રાળુઓ પ્રવાસીઓ હોય છે ત્યારે દેશભરમાંથી આવતા આવા યાત્રિકો માટે યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ પણ જરૂરી છે. અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાલીતાણા, પાવાગઢ જેવા મોટા તીર્થયાત્રા ધામો જ્યાં નિયમીત રીતે ૧ હજારથી વધુની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યાં આઇકોનિક પ્લેસ તરીકેના ડેવલપમેન્ટ માટેનું લાંબાગાળાનું આયોજન બોર્ડ દ્વારા થવું જોઇએ.

કચ્છના સફેદ રણ ધોરડોના પ્રવાસે આવનારા ટુરિસ્ટ માતાના મઢ, નારાયણ સરોવર જેવા સ્થળોની અવશ્ય મૂલાકાત લે તે પ્રકારે આકર્ષણો ઊભા થાય. સાઇનેજીસ, ધાર્મિક મહત્વની વિગતો પ્રવાસીઓને ઉપલબ્ધ થવી જરૂરી છે. પુરાતન સાંસ્કૃતિક વિરાસત નગરી દ્વારિકા અને ડાકોરનો ભાવિ વિકાસ વારાણસી ગંગાઘાટની પેટર્ન પર ઉચ્ચ કક્ષાનો વિકાસ થાય તે દિશામાં યાત્રાધામ વિકાસ બોર્ડને સૂચન કર્યુ હતું.

રાજ્યભરમાં સરકાર હસ્તકના અને ખાનગી મંદિરો, તીર્થસ્થાનો મળી ૧૪૦ જેટલા ધાર્મિક સ્થાનોમાં રૂ. ૩ કરોડ ૩૦ લાખના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા સોલાર રૂફટોપ પ્લાન્ટથી કુલ ૧૬૦પ કિ.વોટ સૌર ઊર્જા ઉત્પાદનથી વાર્ષિક ૧ કરોડ ૧પ લાખ રૂપિયાની વીજ બચત થઇ છે. શ્રવણ તીર્થદર્શન યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ૩પર યાત્રિકોને કૈલાસ માનસરોવર યાત્રા માટે રૂ. ૮૦.૯૦ લાખ, સિંધુ દર્શન માટે પર૩ યાત્રિકોને રૂ. ૭૮.૪પ લાખ સહાય તેમજ ૮૯૪૧૦ વરિષ્ઠ વડિલોને શ્રવણતીર્થ દર્શન યોજનામાં પ કરોડ ર૯ લાખ રૂપિયાના ખર્ચે તીર્થધામોની યાત્રા રાજ્ય સરકારે વિશેષ બસ દ્વારા કરાવી છે.

આઠ મુખ્ય યાત્રાધામો અંબાજી, સોમનાથ, ડાકોર, શામળાજી, પાવાગઢ, પાલીતાણા અને ગીરનારમાં ૧૧ લાખ ચોરસ મીટર કરતાં વધુ વિસ્તારોમાં હાઇ એન્ડ કલીનીંગમાં સમાવેશ, સી.સી.ટી.વી. કેમેરા નેટવર્ક, સિનીયર સિટીઝન માટે E-રિક્ષા, વ્હીલચેર, રેમ્પ વગેરેની સુવિધાઓ ટીપટોપ હોવી જોઈએ.