તાજા સમાચારદેશ

મોદી સરકારે કેબિનેટ બેઠકમાં લીધા મોટા નિર્ણયો, હવે નવેમ્બર સુધી ગરીબોને મળશે વિના મૂલ્યે અનાજ તો ઉજ્જવલાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર ફ્રી

614views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને સીસીઇએની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. બેઠકમાં કૃષિ ક્ષેત્ર, વીમા ક્ષેત્ર સહિત ગરીબ અને જરૂરીયાતમંદો વિશે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સાથે કોરોનાના કપરા સમયમાં ગરીબો અને જરૂરીયાતમંદોને સતત સહાયતા આપવા માટે કેબિનેટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ બાબતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના વિસ્તરણને કેબિનેટે મંજૂરી આપી છે અને જુલાઈથી નવેમ્બર 2020 સુધીના વધારાના પાંચ મહિના માટે અનાજની ફાળવણી આપવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું, ‘સરકાર ભારતની ત્રણ સામાન્ય વીમા કંપનીઓ રાષ્ટ્રીય, ઓરિએન્ટલ અને યુનાઇટેડ વીમા કંપનીમાં રોકાણ કરશે જેથી સ્થિરતા અને શક્તિ આવે.’

આ સાથે તેમણે જણાવ્યું કે, જે કંપનીમાં 90% લોકો 15 હજાર કરતા ઓછા પગાર ધરાવે છે તેમનું પીએફ સરકારે તેને ભર્યું છે. જેનો 3 લાખ 67 હજાર ઉદ્યોગો અને 72 લાખ કર્મચારીઓને આનો લાભ મળ્યો છે. સાથે જ સરકાર ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર આગામી 3 મહિના માટે મફત આપશે જેનો 40 કરોડ લોકોને લાભ મળશે.

સરકારે શહેરી ગરીબ અને સ્થળાંતર કરનારાઓ માટે પોષણક્ષમ ભાડા હાઉસિંગ કોમ્પ્લેક્સ- એએચઆરસીને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કામદારોના મકાનો બનાવવામાં આવશે. સરકારે મજૂરો માટે 1 લાખથી વધુ મકાનો બાંધવાની મંજૂરી આપી છે.