તાજા સમાચારદેશ

માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્ત લોકો માટે મોદી સરકાર લાવી રહી છે રાહત આપનારી આ ખાસ યોજના

314views

દિવસેને દિવસે માર્ગ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં આવી દુર્ઘટનાઓમાં ઈજાગ્રસ્ત લોકો માટે ક્ન્દ્રની મોદી સરકાર મોટી રાહત આપવાની વિચારણા કરી રહી છે. જે અંતર્ગત હવે કેન્દ્ર સરકાર દુર્ઘટના પીડિતો માટે ટૂંક સમયમાં કેશલેસ સારવારની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમાં પ્રત્યેક કેસમાં મહત્તમ મર્યાદા 2.5 લાખ રૂપિયા રહેશે.

આ સાથે જ રાજ્યોના પરિવહન સચિવો અને કમિશ્નરોને મોકલવામાં આવેલા પત્રમાં માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે કેશલેસ સારવારની યોજના માટે એક મોટર વાહન દુર્ઘટના ફંડ ઊભું કરવામાં આવે. માર્ગ દુર્ઘટના ફંડની સ્થાપના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સંશોધિત મોટર વ્હીકલ એક્ટની મુખ્ય જોગવાઈઓ પૈકીની એક હતી.

મંત્રાલયના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, NHAના મજબૂત આઈટી પ્લેટફોર્મને માર્ગ અકસ્માતના શિકાર લોકો માટે કેશલેસ સારવાર આપવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. જો હૉસ્પિટલ દર્દીને એક PMJAY હૉસ્પિટલમાં મોકલે તો એવામાં હૉસ્પિટલોને ઓછામાં ઓછા દર્દીને ફર્સ્ટ એડ આપીને તેને સ્થિર કરવા પડશે. જેથી PMJAY હૉસ્પિટલમાં તેમની યોગ્ય રીતે સારવાર થઈ શકે.