દેશબીઝનેસ

દેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદી સરકારના પગલાઓની જબરજસ્ત અસર, જૂનમાં GST કલેક્શન 90 હજાર કરોડને પાર

422views

વૈશ્વિક મહામારી કોરોના સંકટ વચ્ચે ઠપ્પ થયેલા વેપાર ધંધા ફરીથી ધમધમતા થઈ રહ્યા છે. મોદી સરકારે દેશના અર્થતંત્રને ફરીથી વેગવંતુ બનાવવા અને આત્મનિર્ભર ભારત માટે જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજથી ઉદ્યોગ ધંધાઓ પુન: ધબકતા થઈ રહ્યા છે. આ વાતની પુષ્ટી સરકારની વધેલી જીએસટીની આવક પરથી પણ લગાવી શકાય છે.

કેન્દ્ર સરકારને જૂન 2020 પેટે 90,917 કરોડ રૂપિયાન જીએસટીની આવક થઈ છે. એપ્રિલ મહિનામાં જીએસટીની આવક 32,294 કરોડ રૂપિયા મે મહિના 62,009 કરોડ રૂપિયા હતી જેની સામે જૂનમાં જીએસટીની આવક 90 હજાર કરોડ રૂપિયાને પાર થઈ છે. જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી તરીકે 18,980 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી તરીકે 23,970 કરોડ રૂપિયા અને આઈજીએસટી પેટે 40,302 કરોડ રૂપિયાની આવક થઈ છે.
આ ઉપરાંત સરકારે વેપારીઓને જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં રાહત આપતા જૂન મહિનામાં માર્ચ, એપ્રિલના રિટર્ન પણ ભરાયા છે.