તાજા સમાચારગુજરાત

ગુજરતમાંથી અન્ય રાજ્યમાં જવા માટે બસો સેવાઓ શરૂ કરાશે કે નહી? જાણો રૂપાણી સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય વિશે

221views

રાજ્યની રૂપાણી સરકાર દ્વારા અનલોક 1 માં આંતરરાજ્ય બસ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં જવા માટે એસટી બસોની સેવા શરૂ કરવામાં આવશે કે નહી તે અંગે રૂપાણી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને એસ.ટી.નિગમની તમામ એક્સપ્રેસ બસોનું સંચાલન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ માટે નિગમના તમામ 16 વિભાગના નિયામકોને પરિપત્ર પાઠવીને તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપી દેવાઇ છે. જો કે હાલમાં આંતરરાજ્ય બસ સેવા બંધ રખાશે. મતલબ કે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની બસો ચાલુ નહીં થાય. બીજા રાજ્યોનાં એસ.ટી. નિગમોની બસ પણ શરૂ નહીં થાય.

હવે અનલોક 2માં રાત્રિ દરમિયાન એક્સપ્રેસ બસ સેવા પણ ચાલુ કરી દેવાનો નિર્ણય લેવાયો છે પણ બીજાં રાજ્યો માટેની બસ સેવા ચાલુ નહીં થાય. રાજ્યમાં આવતીકાલ એટલે કે 1 જુલાઇથી 2000 એક્સપ્રેસ બસો દોડતી થઇ જશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.