ગુજરાત

ગુજરાતમાં નીચલી અદાલતોમાં કાર્યવાહી શરૂ કરવા અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, વીડિયો કોન્ફરન્સિંગથી જ થશે સુનાવણી

87views

ગુજરાતમાં લોઅર કોર્ટમાં કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારા એક સર્ક્યુલર બહાર પડાયો છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં 1 જૂલાઈથી નીચલી અદાલતો શરૂ થશે. જોકે આ અદાલતોમાં સુનાવણી માત્ર વીડિયો કોન્ફરન્સિંગથી જ થઈ શકશે. વકીલ કે અરજદાર કોઈએ પણ કોર્ટમાં પ્રત્યક્ષ હાજર રહેવાનું નથી.

ઈ- ફાઈલિંગથી સબમિટ કરાયેલી મેટરની પ્રિન્ટઆઉટ કોર્ટની એડમિનિસ્ટ્રેટીવ ઓફિસ ખાતે પહોંચાડવાની રહેશે અને ત્યાંથી કાગળો કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. વકીલોને ઈ કોર્ટના માધ્યમથી વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી માટેની તારીખો અપાશે. જે વકીલો પાસે ઓનલાઈન સુનાવણીની સુવિધા નથી તેઓ બાર એસોસિએશન દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે.