તાજા સમાચારદેશ

PM મોદીના સંબોધનને લઈને અમિત શાહે આપ્યો આ મહત્વનો સંકેત, જાણો શું કહ્યું અમિત શાહે

864views

સરકાર દ્વારા અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જ્યાર બાદ રૂપાણી સરકાર દ્વારા પણ અનલોક 2 માટેના નિયમો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 4 કલાકે દેશને સંબોધવાના છે. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મહત્વપૂર્ણ ટ્વિટ કરી છે.

પીએમ મોદીને સંબોધનની પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ટ્વીટ કરી છે. પોતાની ટ્વીટમાં અમિત શાહે લખ્યું કે લોકો 4 વાગ્યે પીએમ મોદીનું સંબોધન ચોક્કસ સાંભળે.