ગુજરાત

ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદ, હવામાન વિભાગની મહત્વની આગાહી

122views

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી બે દિવસ ઝડપી પવન ફૂંકાઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદની સંભાવના છે. જોકે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નહિવત છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.