ગુજરાતદેશ

પીએમ મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને ખબર અંતર પૂછ્યા

758views

પીએમ મોદી ગુજરાતના તેમના જૂના સાથીઓ સાથે પણ અવાર નવાર સંપર્ક કરતા હોય છે. આ કડીમાં પૂર્વ મુખ્પપ્રધાન શંકરસિંહ વાઘેલાનું નામ પણ જોડાયું છે. શંકરસિંહ વાઘેલાને કોરોના થતા આજે પીએમ મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

શનિવારે શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને હોમ આઈસોલેટ કરાયા હતા પરંતુ હાલમાં તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શંકરસિંહ વાઘેલા હોસ્પિટલમાં દાખલ થતા તેમના સમર્થકોમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. બીજી તરફ બે દિવસ પહેલા તેમણે પત્રકાર પરિષદ સંબોધીને એનસીપીમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી.