તાજા સમાચારદેશ

અનલૉક 2 ને લઇને મોદી સરકારે આપી દીધાં છે આ સ્પષ્ટ સંકેત, આ મહિના સુધી દેશભરમાં નહીં ખુલે સ્કૂલો

1.19Kviews

કોરોના વાયરસના કહેરના કારણે દેશભરની શાળાઓ બંધ છે. તેવામાં કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં અનલોક 2 માટે ગાઇડલાઇન જાહેર કરવાની છે. તેવામાં હવે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલોને ઓક્ટોબર સુધી નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જોકે આ અંગે સરકાર કે મંત્રાલય દ્વારા કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું.

સાથે જ મંત્રાલયે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો છે. સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ લગાવવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને તેની સાથે જોડવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મંત્રાલયે આ પહેલા સ્કૂલો ઓગસ્ટ મહિના સુધીમાં ખોલી નાખવામાં આવે તેવા સંકેતો આપ્યા હતા.

આ સ્થિતિ વચ્ચે મંત્રાલયે આદેશ જારી કર્યા છે તે મુજબ કેન્દ્રીય વિદ્યાલયોમાં ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન નોટ્સ વગેરે તૈયાર કરવાનું કામ પણ સોપવામાં આવ્યું છે. દિલ્હીમાં કેસો ઝડપથી વધી રહ્યા છે જેને પગલે હવે દિલ્હીમાં 31મી જુલાઇ સુધી સ્કૂલો ન ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.