દેશ

કોંગ્રેસે ભારે કરી : શહીદોની શોકસભામાં પણ કોંગ્રેસના કાર્યકરો અંદરો અંદર બાખડ્યા, વીડિયો થયો વાયરલ

576views

લદ્દાખમાં ચીન સાથે ઘર્ષણમાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી શોકસભામાં કોંગ્રેસના કાર્યકરોએ પક્ષની આબરૂના ધજાગરા ઉડાવી દીધા. ઘટના છે રાજસ્થાનના અજમેરની જ્યાં સ્થાનિક કોંગ્રેસ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભાનું આયોજન કરાયું હતુ.

અજમેરના શહીદ સ્મારક ખાતે શોકસભામાં સ્થાનિક શહેર કોંગ્રેસ અધ્યક્ષ સાથે બીજા નેતાઓ પુષ્પાંજલિ આપી રહ્યા હતા ત્યારે કાર્યકરો કોઈક બાબતને લઈને અંદરો અંદર બાખડી પડ્યા. પક્ષમાં ચાલતુ આંતરિક રાજકારણ આ સમયે બહાર આવતા કાર્યકરો અકળાયા અને એક બીજા પર મારામારી પર ઉતરી આવ્યા. જેમાં બે કાર્યકરો તો એવા બાખડ્યા કે એક બીજાને લોહીલુહાણ કરીને કપડા પણ ફાડી નાંખ્યા. કોંગ્રેસની આબરૂ ઉડાડતો આ મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.