તાજા સમાચારદેશ

કોરોનાને ડામવા આજથી શરૂ થશે અમિત શાહનો આ મેગા પ્લાન, આ તારીખ સુધી ચાલશે શાહનો દમદાર પ્લાન

1.2Kviews

દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં કેજરીવાલ સરકારની બેદરકારીને જોતે દેશની સર્વોચ્ચ ન્યાયાલયે પણ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે દિલ્હીમાં સ્થિતિને કાબુમાં લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં મોર્ચો સંભાળ્યો છે. જે અંતર્ગત હવે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના વધતાં કેસ વચ્ચે કોવિડ-19 એટલી હદે ફેલાયેલો છે કે તેને શોધવા માટે સીરોલૉજિકલ સર્વે પર આજથી કામ શરૂ થશે.

દિલ્હી કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાંથી એક છે. આ સર્વે દ્વારા દિલ્હીમાં કોવિડ-19નું વ્યાપક વિશ્લેષણ કરવામાં આવશે તેમજ વૈશ્વિક મહામારી સામે લડવા માટે એક વ્યાપક રણનીતિ બનાવામાં પણ મદદરૂપ થશે. આ સર્વે કોવિડ-19 રિસ્પૉન્સ પ્લાનનો એક ભાગ છે અને અધિકારીઓને આશા છે કે કોરોના મહામારી સામે લડવા માટે વ્યાપક રણનીતિ તૈયાર કરવામાં મદદ મળશે. સર્વેક્ષણનું કામ દિલ્હી સરકાર અને નેશનલ સેંટર ફોર ડીજીસ કંટ્રોલ (NCDC) ના સહયોગથી કરવામાં આવશે. આ 27 જૂનથી 10 જુલાઇ સુધી ચાલશે.

ગૃહ મંત્રાલયના નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે આ સર્વેક્ષણથી અધિકારીને કોવિડ-19નું વધારે વિશ્લેષણ કરવામાં મદદ મળશે અને ત્યારબાદ રાજધાની દિલ્હીમાં મહામારીથી લડવા માટે એક વ્યાપક રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે. સીરોલૉજી (એંટીબૉડી) તપાસ ટીમ વચ્ચે ધ્યન રાખવા માટે હોય છે. આ ઉપયોગ એવા લોકો પર કરવામાં આવી શકે છે જે પહેલાથી જ સંક્રમિત જોવા મળ્યા હોય અથવા જે લોકોમાં કોરોનાના લક્ષણ ન હોય. જેનાથી કોરોના વાયરસ વિરુદ્ધ પ્રતિરોધની ક્ષમતા અંગે જાણકારી મળી શકે છે.