તાજા સમાચારગુજરાત

કોરોના વાયરસને લઇને કેન્દ્રની આ સ્પેશિયલ ટીમ આવી ગુજરાતની મુલાકાતે, ગુજરાતમાં કરી રહી છે આ ખાસ કામગીરી

233views

રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાના કહેરને પગલે ફરી એકવાર કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ તથા એકેડેમિક એક્સપર્ટ ડૉક્ટર આજે ગુજરાતની મુલાકાતે છે.

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ડોક્ટર રાજીવ ગુપ્તા હયાત હોટેલમાં ઉપસ્થિત છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક કરી હતી. અને આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. કોરોનાના કહેર અને તેની સામે સુવિધા અને સાવચેતીના કેવા પગલાં લીધેલા છે તે અંગે સમીક્ષા કરી હતી.

આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની ટીમે વસંતનગર ટાઉનશિપ ગોતા ખાતે ધનવંતરી રથની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત બાદ લક્ષ્મણ ગઢનો ઢેકરે – ઘાટલોડિયા જશે પછી કઠવાડાની મુલાકાત લેશે. વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી. કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી શિવહરે હાજર રહ્યા હતા.