દેશ

આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ મુદ્દે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, દેશમાં આ તારીખ સુધી નહી શરૂ થાય ઈન્ટરનેશનલ હવાઈ સેવાઓ

105views

રેલવે બાદ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે 15 જુલાઈ સુધી ભારતથી અને ભારતમાં આવતી તમામ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ સેવા પર રોક યથાવત રાખી છે. જોકે આ દરમ્યાન ડોમેસ્ટિક હવાઈ સેવા યથાવત રહેશે. સરકારનો આ નિર્ણ કાર્ગો વિમાની સેવા અને DGCA દ્વારા માન્ય વિશેષ વિમાન પર લાગુ નહી થાય.

મહત્વનું છે કે કોરોનાના કારણે સમગ્ર દેશમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાનો પર રોક લગાવાઈ છે. આ પહેલા રેલવેએ ગુરુવારે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ સુધી ટ્રેનોનુ નિયમિત સંચાલન નહી થાય. રેલવેએ આ પહેલા 30 જૂન સુધી નિયમિત ટ્રેન સંચાલન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જે કોઈ પણ પ્રવાસીઓએ 1 જૂલાઈથી 12 ઓગસ્ટ સુધી ટિકિટ બુક કરાવી હશે તો તેઓને રિફન્ડ મળી જશે.