તાજા સમાચારગુજરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેનું સૌથી મોટું નિવેદન, તેમણે કહ્યું – અનલોક 2 અંગે રાજ્ય સરકારે વિચારણા…

866views

આગામી 30 તારીખે અનલોક 1 પૂર્ણ થવા ઝઇ રહ્યું છે ત્યારે હવે લોકોના મનમા પ્રશ્ન ઉછી રહ્યા છે કે આ 30 જૂન પછી શું ? શું 30 જૂન પથી અનલોક 2 આવશે ખરૂ ? ત્યારે લોકોના મનમા ઉઠેલા આ પ્રશ્ન અંગે નાયબ પ્રધાન નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રીને અનલોક-2 વિશે પ્રશ્ન પૂછાતા તેમણે કહ્યું કે, અનલોક 2 અંગે રાજ્ય સરકારે વિચારણા નથી કરી પણ કેન્દ્ર સરકાર જે પ્રકારે માર્ગદર્શન આપશે એ પ્રકારે રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ વધુમાં વધુ છૂટછાટ આપવા સંદર્ભમાં સંકેત અપાયા છે તે જ પ્રમાણે રાજ્ય સરકાર પણ કરશે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત અંતર્ગત 400 વેન્ટિલેટર રાજ્ય સરકારને બે દિવસ પહેલાં મળી આવ્યા છે. કેન્દ્ર સરકારે ફાળવેલા વેન્ટિલેટર ઊંચી ગુણવત્તા વાળા વેન્ટિલેટર છે. આધુનિક વેન્ટિલેટર કેન્દ્ર સરકારે આપવાનું કહ્યું હતું તેમાંથી ગુજરાતને 1 હજારમાંથી કેન્દ્ર સરકારે 400 વેન્ટિલેટર ગુજરાતને આપ્યાં. રાજ્યમાં કોઈ જિલ્લો અને હોસ્પિટલ વેન્ટિલેટર વગર નથી.