તાજા સમાચારગુજરાતદેશ

કોરોનાની આફત વચ્ચે રાહતના સમાચાર, ગુજરાત સહિત આ 5 રાજ્યોને મળી કોરોનાની દવા

1.03Kviews

ગુજરાતમાં વધતા કોરોના કેસની વચ્ચે રાજ્ય માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે આવનારા દિવસોમાં કોરોના વાયરસની જેનેરિક દવા 5 રાજ્યોને મોકલવામાં આવી ગઈ છે. હૈદરાબાદમાં આવેલી કંપની હેટરોએ રેમડેસિવીરનું જેનેરિક વર્ઝન કોવિફોરનાં નામે બનાવ્યું છે. કંપનીએ 20,000 શીશીનો પહેલો પુરવઠો દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં મોકલ્યો છે જે કોરોનાથી ખરાબર રીતે પ્રભાવિત છે.

હેટરોનાં જણાવ્યા પ્રમાણે જ્યાં આ કંપની છે ત્યાં પણ આ દવાનો પહેલો પુરવઠો વપરાશે. હેટરોનાં જણાવ્યા પ્રમાણે, કોવિફોરની 100 મિલીગ્રામની શીશી 5,400 રૂપિયામાં મળશે. કંપનીએ આગામી ત્રણ-ચાર અઠવાડિયામાં એક લાખ શીશીઓ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે આ ઇન્જેક્શન હૈદરાબાદમાં કંપનીની ફૉર્મ્યુલેશન ફેસિલિટીમાં બની રહ્યું છે. દવાનું એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રીડિયન્ટ વિશાખાપટ્ટનમની યૂનિટમાં બનાવવામાં આવી રહ્યું છે. દવાનો આગામી પુરવઠો ભોપાલ, ઇન્દોર, કોલકાતા, પટના, લખનૌ, રાંચી, ભુવનેશ્વર, કોચ્ચી, વિજયવાડા, ગોવા અને ત્રિવેન્દ્રમાં મોકલવામાં આવશે.