ગુજરાત

ગુજરાતમાં પહેલી જૂલાઈથી કેવા પ્રકારની છૂટછાટો મળશે, વેપારી સંગઠનોએ સરકારને કરી રજૂઆત

855views

• રાત્રિના 9 વાગ્યાના કર્ફ્યુને લંબાવીને 12 વાગ્યા સુધી કરાઈ શકે છે
• દુકાન ધંધા બંધ કરવાનો સમય 10 વાગ્યા સુધીનો થાય તેવી સંભાવના
• 70 ટકા પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા મોડી સાંજ સુધી ચાલુ રાખવાની તૈયારી

ગુજરાત સરકારે આગામી 1 જુલાઈથી અનલોક-2 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે, મળતી માહિતી પ્રમાણે રાત્રિના 9 વાગ્યાના કર્ફ્યુને લંબાવીને 12 વાગ્યા સુધી કરાઈ શકે છે. હાલ દુકાન-ધંધા બંધ કરવાનો સમય સાંજે 7 વાગ્યાથી વધારીને રાત્રીના 10 વાગ્યાનો કરાય તેવી પણ સંભાવના છે. તેમજ 70 ટકા પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરવા અને મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં 1 જૂલાઈથી અનલોક-2નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હવે છૂટછાટનો દોર વધુ વિસ્તરે તે દિશામાં રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે વિવિધ વેપારી સંગઠનો, સંસ્થાઓ સહિત ચૂંટાયેલા આગેવાનો પાસેથી ફીડબેક મેળવવામાં આવી રહ્યા છે, જેમાં રાત્રના 9 વાગ્યા બાદ લોકોને બહાર આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે, તે રાત્રે 12 વાગ્યા સુધી છૂટ આપવા અને સાંજે 7 વાગ્યા બાદ પણ વેપાર-ધંધા ખાસ કરીને રેસ્ટોરાં-હોટલ-બજારોને 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની ભલામણો અને રજૂઆતો કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર સોશિયલ ડીસ્ટન્સ તથા માસ્કના પાલનના કડક આદેશ સાથે હવે ‘હજુ થોડા દિવસ સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રખાય તેવી શક્યતા છે. જેનાથી મુસાફરોને રાહત મળશે તથા ખાનગી ટ્રાવેલ બીઝનેસને પણ સપોર્ટ મળશે.