તાજા સમાચારદેશ

અનોખો રેકોર્ડ : દેશની આ રાજ્ય સરકાર 26 જૂને એક સાથે 1 કરોડ લોકોને આપશે રોજગાર

384views

લોકડાઉનના કારણે દેશના હજારો પ્રવાસી શ્રમિકો પોતાના વતન પરત ફર્યા છે. ત્યારે રાજ્યની યોગીનાથ સરકાર પર આ શ્રમિકોને રોજગારી આપવાનો સૌથી મોટો પડકાર છે. તેવામાં યોગીનાથ સરકારે આ સમસ્યાનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. સીએમ યોગી 26 જૂને એક સાથે 1 કરોડ લોકોને રોજગાર આપશે. ઉત્તર પ્રદેશ સરકારના આ કાર્યક્રમમા પીએમ મોદી પણ હાજર રહેશે. તેઓ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં સામેલ થશે.

26 તારીખે યોજાનાર કાર્યક્રમમાં ના માત્ર પ્રવાસી મજૂરોને રોજગાર મળશે પરંતુ MSME માટે લોન પણ આપવામાં આવશે. આ રીતે યુપી દેશમાં આટલી મોટી સંખ્યામાં રોજગાર આપનારૂ દેશનું પહેલુ રાજ્ય બની શકશે. ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા કોરોના સંકટ દરમિયાન આવેલા 36 લાખ પ્રવાસી મજૂરોના સ્કિલ મેપિંગનો પૂરો ડેટા બેન્ક સરકારે તૈયાર કરી દીધો છે. અત્યાર સુધી યોગી સરકાર મોટી સંખ્યામાં રોજગાર ઉપલબ્ધ કરાવી ચૂકી છે. આ આંકડો 26 જૂને 1 કરોડથી વધારે થઈ જશે.

યોગી સરકાર આ શ્રમિકો અને કામગારોને MSME, એક્સપ્રેસ વે, હાઈવે, યુપીડા અને મનરેગા જેવા સેકટર્સમાં મોટા પાયા પર રોજગાર આપી રહી છે. ઉત્તર પ્રદેશના 31 જિલ્લાને આ મોટા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે. આ રોજગાર અભિયાનથી પ્રદેશમાં ગોંડા, બલરામપુર, આંબેડકર નગર, અમેઠી, અયોધ્યા, આઝમગઢ, બહરાઈચ, બાંદા, બસ્તી, દેવરિયા, ફતેહપુર, ગાઝીપુર, ગોરખપુર, હરદોઈ, જાલોન, જોનપુર, કૌશાંબી, ખીરી, કુશીનગર, મહરાજગંજ, મિર્ઝાપુર, પ્રતાપગઢ, પ્રયાગરાજ, રાયબરેલી, સંતકબીર નગર, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, સીતાપુર, સુલ્તાનપુર, ઉન્નાવ અને વારાણસી જિલ્લાને જોડવામાં આવશે.