તાજા સમાચારદેશ

કેન્દ્રીય કેબિનેટે દેશની આ બેન્કો માટે લીધો મહત્વનો નિર્ણય, જો તમારૂ ખાતુ આ બેન્કમાં હશે તો થશે જોરદાર ફાયદો

1.85Kviews

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં સહકારી બેન્કોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રાકશ જાવડેકરે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. નવા નિર્ણય અંતર્ગત હવે સરકારી બેન્કો આરબીઆઈની દેખરેખમાં આવી જશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે આરબીઆઈની દેખરેખ હેઠળ 1,540 સહકારી બેંકો લાવવાના નિર્ણયથી તેમના ખાતા ધારકોને ખૂબ જ મોટો ફાયદો થશે. આ બેંકોમાં 8.6 કરોડથી વધુ થાપણદારોને આશ્વાસન – ખાતરી આપવામાં આવશે કે આ બેંકોમાં જમા થયેલા 4.84 લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે. ખાતાધારકોના પૈસાનો કોઈ વ્યય નહીં થાય.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટો સુધારો થયો છે. આજ સુધી, અમે અંતરિક્ષમાં સારો વિકાસ કર્યો છે, હવે આ દરેકના ઉપયોગ ખોલવા જઈ રહ્યા છીએ. કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગોમાં પેટા વર્ગીકરણના મુદ્દાની તપાસ માટે બનાવવામાં આવેલા પંચના કાર્યકાળના વધારાને અને છ મહિના સુધી એટલે કે 31 જાન્યુઆરી 2021 ને મંજૂરી આપી દીધી છે.