ગુજરાત

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં થશે ભારે વરસાદ, ક્યાં થશે નહીવત?

435views

ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ તેના પ્રારંભિક તબક્કામાં આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદે ભારે જમાવટ બોલાવી છે ત્યારે ગુજરાતમા આગામી 5 દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદની આગાહી
• બનાસકાંઠા
• સાંબરકાંઠા
• અરવલ્લી
• મહિસાગર

જોકે અમદાવાદમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગનું માનવું છે.