દેશ

આંતરરાષ્ટ્રીય મોર્ચે ચીનને વધુ એક ઝટકો, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે રશિયાએ કર્યુ સમર્થન

611views

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદનો ચીન હંમેશા વિરોધ કરતું આવ્યું છે. ચીન પોતાનો વીટો પાવર વાપરીને ભારતને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનતા અટકાવી રહ્યું છે. પરંતુ ચીનને ઝટકો લાગે તેવું નિવેદન રશિયા તરફથી આવ્યું છે.

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોએ જણાવ્યું કે ‘આજે અમે સંયુક્ત રાષ્ટ્રના સંભવિત સુધારાઓની વાત કરી જેમાં ભારત કાયમી સભ્ય બનવા માટે મજબૂત દાવેદાર છે. અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યાનું સમર્થન કરી છીએ. અમારુ માનવું છે કે ભારત સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બની શકે છે.’

મહત્વનું છે કે હાલમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે છે. તે દરમ્યાન રશિયાનું આ નિવેદન ભારત માટે ખૂબ જ સુચક છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આજે મોસ્કોમાં ભારતીય દૂતાવાસની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરીને વિનર્મ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.