દેશ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપી સરકારને બદનામ કરવા લીધો જૂઠ્ઠાણાનો સહારો, સ્થાનિક પ્રશાસને ખોલી પોલ

118views

કોંગ્રેસ હવે કોરોના મુદ્દે ભાજપ શાસિત રાજ્યોની સરકારોને ઘેરવા માટે જૂઠ્ઠાણાનો સહારો લઈ રહી છે. કોંગ્રસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ યુપીમાં યોગી આદિત્યનાથની સરકારને બદનામ કરવા માટે જૂઠ્ઠાણાનો સહારો લીધો પરંતુ અંતે પોલ પકડાઈ છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક સમાચારને આધાર બનાવીને ટ્વીટ કર્યુ કે યુપીમાં 48 કલાકમાં કોરોના સંક્રમિત 28 દર્દીઓના મોત થયા છે. જોકે પ્રિયંકા ગાંધી વાડ્રાએ જે દાવો કર્યો તેને સ્થાનિક પ્રશાસને ખોટો ગણાવ્યો છે.

આગ્રાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે નવભારત ટાઈમ્સ દ્વારા કોરોનાના કારણે અત્યાર સુધીમાં થયેલા મૃત્યુના સંદર્ભમાં ડેથ ઓડિટનો હવાલો પ્રિયંકા ગાંધી વાડ્રાએ આપ્યો. પરંતુ છેલ્લા 109 દિવસમાં આગ્રામાં 1136 કેસોમાંથી 79 સંક્રમિતોના મોત થયા છે. પ્રિયંકા ગાંધીએ માત્ર હેડલાઈન વાંચીને તેનો ખોટો અર્થ કાઢ્યો. અહીયા એ વાત કરાઈ હતી કે અલગ અલગ તારીખે હોસ્પિટલોમાં જે પોઝિટીવ દર્દીઓ દાખલ થયા તેમાંથી 28 દર્દીઓ એવા હતા કે જેઓ હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકમાં મૃત્યું પામ્યા હોય. પરંતુ પ્રિયંકા ગાંધીએ લોકોને ભરમાવવા માટે એવો અર્થ કાઢ્યો કે 48 કલાકમાં 28 લોકોના મોત થયા છે.

આ પહેલા પણ યુપીમાં પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે 1,000 બસો ઉપલબ્ધ કરાવવાના નામે પ્રિયંકા ગાંધી પોતાની જ પાર્ટીની ફજેતી કરાવી ચૂકી છે. હવે તેમા વધુ એક કડી ઉમેરાઈ છે.