તાજા સમાચારદેશ

આખરે પૂર્વ લદ્દાખમાં નમ્યું ચીન, સૈનિકોને પાછળ હટાવવા થયું સહમત, ચીન સામે મોદી સરકારની આ કૂટનીતિ રહી કારગર

305views

ભારત અને ચીન વચ્ચે પાછલા ઘણા સમયથી લદ્દાખમાં તણાવની સ્થિતિ છે જેના કારણે દેશમાં સેનાની ત્રણેય પાંખ યુદ્ધના એલર્ટ પર છે. જોકે ગઈકાલે ચીન દ્વારા બોલાવવામાં આવેલ કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત બાદ ડ્રેગન પૂર્વ લદ્દાખના તણાવવાળા વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પરત બેઝ પર મોકલી આપવા માટે તૈયાર થઈ ગયું છે.

આર્મી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, કોર કમાન્ડર સ્તરની ચર્ચા બાદ લદાખની ગલવાન ઘાટીમાં એક સામાન્ય સહમતિ સધાઈ છે. વિવાદાસ્પદ ભૂમિથી બંને દેશની સેનાની વાપસી કેવી રીતે થશે તેની પર વાતચીત થઈ. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે પૂર્વ લદાખમાં સંઘર્ષવાળા સ્થળેથી બંને સેના પાછળ હટી જશે.

ભારત અને ચીન વચ્ચે વધતા તણાવ દરમિયાન સોમવારે લે. જનરલ સ્તરની વાતચીત થઈ હતી. ભારત તરફથી નેતૃત્વ 14મી રેજિમેન્ટના કમાંડર લે. જનરલ હરિંદર સિંહએ કર્યું હતું જ્યારે ચીન તરફથી તિબેટ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના કમાન્ડરે કર્યું હતું. ગઈકાલે 12 કલાક જેટલી લાંબી આ મીટિંગ ચાલી હતી. જેના સકારાત્મક પરિણામ એ આવ્યા કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે સહમતી બની છે. બંને પક્ષો તણાવગ્રસ્ત વિસ્તારમાંથી સેના પાછી ખેંચવા માટે તૈયાર છે.