તાજા સમાચારગુજરાત

કોરોનાને કાબૂમાં લેવા AMC એ શરૂ કરી નવી સેવા, હવે અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓને મળશે આ ખાસ સેવા

353views

એક તરફ રાજ્યના અમદાવાદ શહેરમાં પુના પોઝિટિવના કેસો માં વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોનાવાયરસ ને કાબુમાં લેવા માટે સૌથી મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત શહેરના 74 અર્બન હેલ્થ સેન્ટર માં ડોક્ટર મિત્રોના નામે સેવા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પૂર્ણ પોઝિટિવ દર્દીઓ ને રાહત મળે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના 74 અર્બન હેલ્થ સેન્ટરમાં ડોકટર મિત્રના નામે આ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દરેક ટીમમાં ફિઝિશિયન, મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયન તથા પેરામેડીકલ સ્ટાર કાર્યરત રહેશે. આ તમામ સેન્ટરોમાં એક ટીમ કાર્યરત રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ પરિપત્ર બહાર પાડી સેવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.