તાજા સમાચારદેશ

ભારતીય વાયુસેનાએ ચીનને આપી દીધી ખુલ્લી ચેતવણી, કહ્યું – અમે કોઈ પણ પડકારનો જવાબ આપવા તૈયાર

317views

લદ્દાખમાં LAC પર હિંસક ઝડપને લઇને ચીન સાથેના તણાવ વચ્ચે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા એકેડમી ફોર કમ્પાઉન્ડ ગ્રેજુએશન પરેડ માટે હૈદરાબાદ પહોંચ્યા. જ્યાં વાયુસેના પ્રમુખે પાસિંગ આઉટ પરેડ દરમિયાન વાયુસેનાન જવાનોને સંબોધન કર્યું.

જવાનોને સંબોધત કરતા એર ચીફ માર્શલે કહ્યું કે એટલું સ્પષ્ટ હોવુ જોઇએ કે આપણે કોઇપણ સમયે જવાબ આપવા સારી રીતે તૈયાર થઇને તૈનાત છીએ. હું દેશને વિશ્વાસ અપાવું છે કે આપણે કોઇપણ પરિસ્થિતિને પહોંચીવળા દ્રઢ છીએ અને ગલવાન ઘાટીના બહાદુર જવાનોનું બલિદાન ક્યારેય વ્યર્થ નહીં જવા દઇએ.