દેશ

શ્રમેવ જયતે: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની પીએમ મોદીએ કરાવી શરૂઆત, 116 જિલ્લાઓમાં રોજગારી માટે ખર્ચાશે 50,000 કરોડ રૂપિયા

182views

કોરોના સંકટમાં વતન પરત ફરેલા પરપ્રાંતિય શ્રમિકો માટે કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી છે. જેનુ આજે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી ડિઝીટલ શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે લદ્દાખમાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરીને કહ્યું કે ‘ચીનમાં ભારતીય સૈનિકોએ જે પરાક્રમ કર્યુ તે સૈનિકો બિહાર રેજિમેન્ટના હતા. બિહારના જે સાથીઓ બલિદાન આપ્યુ તેમને હું શ્રદ્ધા સુમન અર્પણ કરુ છુ અને હું એ વિશ્વાસ અપાવું છું કે દેશ તમારી સાથે છે’.

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 6 લાખ કરતા વધારે ગામડાઓ છે. જેમાં ભારતની બે તૃંતીયાંશથી વધારે વસ્તી રહે છે. અંદાજે 80-85 કરોડ લોકો રહે છે. આ ગ્રામીણ ભારતના લોકોએ કોરોના સંક્રમણને ખૂબ જ સારી રીતે અટકાવ્યો છે. ભારતના ગામડાઓએ કોરોનાનો જે પ્રકારે સામને કર્યો તે શહેરી વિસ્તારના લોકો માટે પણ બહુ મોટી શીખ સમાન છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 116 જિલ્લાઓમાં આ અભિયાન પુરજોશથી ચલાવાશે. ગામડાઓમાં રોજગાર આપવા માટે 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. આ અભિયાન હેઠળ ગામડાઓમાં વિકાસકાર્યો માટે 25 કાર્યક્ષેત્રોની પણ પસંદગી કરી લેવાઈ છે. શ્રમિકોને ઉદ્દેશીને વડાપ્રધાને કહ્યું કે શ્રમિકો શ્રમેવ જયતે અને શ્રમની પૂજા કરનારા છે. શ્રમિકોને કામ જોઈએ, રોજગાર જોઈએ આ ભાવનાને કેન્દ્ર સ્થાને રાખીને સરકારે આ યોજના બનાવી છે.