તાજા સમાચારદેશ

હવે ચીનના પેટમાં પડશે ફાળ, રશિયા- ભારતને આપશે આકાશમાંથી કહેર વરસાવતા આ ફાઇટર જેટ પ્લોન

485views

ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી 30થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. રૂસ જલદી આ વિમાનોની ડિલેવરી કરવા માટે તૈયાર થઈ ગયું છે. તેમાં 12 સુખાઈ (Sukhoi Su-30MKIs) અને 21 મિગ (MiG-29s વિમાન સામેલ છે.આ વિમાનોને ભારતીય બેડામાં સામેલ કર્યા બાદ વાયુસેના (IAF)ની શક્તિમાં વધારો થશે.

WION પ્રમાણે, રૂસ નવા વિમોનાની જલદી ડિલેવરી માટે તૈયાર થઈ ગયું છે. તે પહેલાથી મિગ-29ના આધુનિકીકરણ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની મદદ કરી રહ્યું છે. IAFને 1985માં પોતાનું પ્રથમ મિગ-29 વિમાન મળ્યુ હતુ અને આધિનિકિકરણ બાદ મિગ-29ની લડાકૂ ક્ષમતામાં વધારો થશે. આધુનિકીકરણ બાદ મિગ-29 એક તરફથી ચોથી પેઢીના લડાકૂ વિમાનમાં સામેલ થઈ જશે.

આ રૂસની સાથે-સાથે વિદેશી હથિયારોને લઈ જવામાં સક્ષમ હશે. ખુબ ઝડપથી તે એરિયલ ટાર્ગેટને ટ્રેક કરી શકશે. એટલું જ નહીં વિમાન heat-contrasting air objects ને ટ્રે કરીને તેના પર છુપાયને હુમલો કરવામાં પણ સક્ષમ હશે, તે પણ રડારના ઉપયોગ વગર. આધુનિક સામગ્રી અને ટેકનિકને કારણે મિગ-29ના જીવનકાળમાં પણ વધારો થશે.