દેશ

રવિવારનું સૂર્યગ્રહણ સાધના માટે અતિઉત્તમ, જાણો શું કરવું જોઈએ ગ્રહણમાં ?

215views

દેશમાં સૂર્યગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે સૂર્યગ્રહણ વિશે કેટલીક રસપ્રદ માહિતી સામે વી છે. તંત્ર ચુડામણી ગ્રંથ અને કેટલાક તંત્રશાસ્ત્રના વિદ્વાનોના મતે જો રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ આવે તો તેને ચુડામણી યોગ નામનો સિદ્ધિ વધારનારો ગ્રહણકાળનો યોગ કહેવાય. જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠીયાના જણાવ્યા અનુસાર ૨૧/૬/૨૦૨૦ રવિવાર, જેઠ વદ ૩૦, મિથુન રાશિ અને મૃગશીર્ષ અને આદ્રા એમ બે નક્ષત્ર ભ્રમણમાં સૂર્ય ગ્રહણ થશે જે ભારતીય સમય અનુસાર સવારે ૧૦:૦૩ થી બપોર ૧૩:૩૩ સુધી રહેશે.

ગ્રહોની વક્રી ચાલ
આ સમય દરમિયાન ૬ ગ્રહો બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વક્રી ભ્રમણ કરે છે અને સૂર્ય, ચંદ્ર, બુધ, રાહુ જેવા ૪ ગ્રહોની યુતિ મિથુન રાશિમાં છે, તો ગુરુ(વક્રી), શનિ(વક્રી)ની યુતિ મકર રાશિમાં થાય છે. ઓક્ટોબર માસથી રાહુ વૃષભ રાશિમાં , કેતુ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે જયારે શનિનું મકર રાશિમાં ભ્રમણ ચાલુ રહેશે.

ઇતિહાસ પર નજર
ઈતિહાસ પર નજર કરી તો માલુમ પડે કે વર્ષ ૧૯૬૨ ચીન યુદ્ધ વખતે ૫ ગ્રહણ, વર્ષ દરમિયાન થયેલા તેમજ બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ જેવા ૬ ગ્રહોનું વક્રી ભ્રમણ ચાલતું હતું, અને તે દરમિયાન રાહુ વૃષભ રાશિમાં, કેતુ વૃશ્ચિક રાશિમા અને શનિ મકર રાશિમા ભ્રમણ કરતા હતા

સૂર્યગ્રહણ દરમ્યાન શું કરવું ?
રવિવારના રોજ થનાર સૂર્ય ગ્રહણ ચુડામણિ નામનો સિદ્ધયોગ બને છે આ સમયમાં મંત્ર સિદ્ધિ , રક્ષા કવચ જાપ તેમજ જેમને સરકારી, રાજકારણ, સોના, જેવા કામકાજમા સફળતા મેળવવા માંગતા હોય, કે પ્રસિદ્ધિની ઈચ્છા હોય તેવા લોકોએ સૂર્યના જાપ અને દાન કરવા અથવા સિઘ્ધયોગ માટે કોઈ વિદ્વાનના માર્ગદર્શન લઈ જાપ કરવા ઉત્તમ છે, આ સિઘ્ધયોગનો સદુપયોગ કરી પોતાના માટે, પરિવાર, સમાજ, દેશ, દુનિયા માટે શાંતિ અને પ્રગતિ હેતુ પ્રાર્થના કરવી ઉત્તર રહેશે.