તાજા સમાચારદેશ

ચીનનું ઈકો ટેરરિઝમ : ચીન ભારત પર કરી શકે છે સાયબર એટેક, તમારા મેઈલમાં આ લિંક આવે તો ભૂલથી પણ ક્લિક ન કરશો..નહિતર…

595views

• આવતીકાલે ચીન ભારત પર કરી શકે છે સાયબર એટેક
• ઇમેલ તથા અન્યા સોશિયલ મીડિયાના માધ્યમોનો થશે ઉપયોગ
• ઇમેલનો સબજેક્ટ ફ્રી કોવિડ – 19 હશે.

લદાખ સરહદે ચીન દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલા પછી ભારતમાં ચીનનો બહિષ્કાર મુદ્દો ઉઠ્યો છે અને ભારતીયો હવે ચીનના સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. તેવામાં હવે ચીને ભારતને ઘરેવા માટે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ આવતી કાલે ચીન ભારત પર સાયબર હુમલો કરી શકે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આવતીકાલે ચીન ઇમેલનો ઉપયોગ કરી ભારત પર સાયબર એટેક કરી શકે છે. આ સાયબર એટેક મામલે સાયબર એક્સપર્ટે જણાવ્યું કે, ચીન દ્વારા ઇમેલ તથા અન્યા સોશિયલ માધ્યમો દ્વારા ncov2019.gov.in લિંક લોકોના આવશે અને જો લોકો આ લિંક પર ક્લિક કરશે તો તેમને આર્થિક રીતે મોટુ નુકશાન થઇ શકે છે.


આ એટેકથી બચવા શું કરવું ?

જો તમારા ફોનમાં કોઇ સંદિગ્ધ લિંક કે પછી કોઇ ઇમેલ આવે તો તેને ન ખોલશો. આવા સાયબર એટેકથી બચવા માટે તમે સારા એન્ટિવાયરસનો ઉપયોગ કરી શકો છે. તથા યોગ્ય ફાયરવોલનો પણ ઉપયોગ કરી શકો છે. તથા તમારા ફોન પર આવેલી તમામ લિંકની તપાસ કર્યા બાદ જ તેના પર ક્લિક કરશો.