તાજા સમાચારદેશ

આ રાજ્યમાં આ 52 ચાઈનીઝ એપ્સ પર લાગ્યો પ્રતિબંધ, સરકારે જાહેર કર્યો આ ખાસ પરિપત્ર

4.11Kviews

ભારત ચીન સરહદ પર થયેલા ઘર્ષણને લઇને મોદી સરકાર દ્વારા ચીનને ઘેરવા એક બાદ એક નિર્ણયો લઇ રહી છે. તેવામાં હવે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક કોન્ફિડેન્સિયલ લેટર જાહેર કરી તમામ કર્મચારીઓને ચીની એપ્લિકેશનને દૂર કરવા સૂચના આપી છે. આ સાથે જ એસટીએફની અંદર એક આંતરિક પત્ર રજૂ કરવામાં આવ્યો છે.

આઈજી એસટીએફ અમિતાભ યશે મોબાઇલમાંથી 52 ચાઇનીઝ એપ્સ કાઢવાનો આદેશ આપ્યો છે. એસટીએફના લોકો અને તેમના પરિવારોને એપ્લિકેશન હટાવવા આદેશ અપાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એસટીએફ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાને પગલે આ આદેશ આપવામાં આવ્યો છે. આ એપ્સમાંથી વ્યક્તિગત અને અન્ય ડેટાની ચોરી થવાની સંભાવના છે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ચીન સંબંધિત 52 મોબાઈલ એપ્લીકેશન પર સરકારને જાણ કરી છે. જેમાં સૂચનો આપવામાં આવ્યા છે કે, લોકોને એપ્લિકેશનનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે. આ સાથે સુરક્ષા એજન્સીઓએ ચીની એપ્લિકેશનના ઉપયોગને સુરક્ષા માટેનું જોખમ ગણાવ્યું છે. તેઓ કહે છે કે આ મોબાઇલ એપ્લિકેશન મોટા પાયે ભારતની બહાર ડેટા મોકલી રહી છે. સુરક્ષા એજન્સીઓએ જે સૂચિ સરકારને મોકલી છે તેમાં ચાઇનીઝ એપ્લિકેશન જેમ કે વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમ, ટિક ટોક, યુસી બ્રાઉઝર, ઝેંડર, શેર ઇટ અને ક્લીન માસ્ટર જેવી અનેક એપ્સ શામેલ છે.