ગુજરાત

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીએ કોંગ્રેસના મનસુબા પર ફેરવ્યું પાણી, ભરતસિંહની હાર નક્કી

303views

રાજ્યસભાની ચૂંટણીને લઈને બીટીપીના સૌથી મોટા સમાચાર આવ્યા સામે. બીટીપી પક્ષનાં છોટુભાઈ વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે નિવેદન આપ્યું કે અમે કોઈપણ પક્ષને મત આપવાના નથી. બીટીપી પક્ષનાં બન્ને ધારાસભ્યો છોટું ભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા મતદાનથી અળગા રહ્યા. આ પહેલા કોંગ્રેસે બે વખત છોટુ વસાવા અને મહેશ વસાવાને મતદાન કરવા મનાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમ છત્તા તેઓ માન્યા ન હતા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પણ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં છોટુભાઈ વસાવાએ આદિવાસીઓ મુદ્દે કોંગ્રેસની સરકારોએ કંઈ કર્યુ ન હોવાનું મહત્વનું નિવેદન આપ્યું હતુ.