તાજા સમાચારગુજરાત

શું રાજ્યમાં ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફી માફ કરાશે? જાણો શિક્ષણ મંત્રીએ આપેલા સૌથી મહત્વપૂર્ણ નિવેદન વિશે

482views

કોરોના વાયરસના કારણે રાજ્યભરની શાળાઓમાં તાળા વાગેલા છે. ત્યારે આ મહામારીના સમયમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને આર્થિક રાહત આપવા એક બાદ એક હિતલક્ષી નિર્ણયો લઇ રહી છે. ત્યારે હવે રાજ્યના વાલીઓની માંગ ઉઠી છે કે, ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવી. ત્યારે વાલીઓની આ માંગને લઇને મંગળવારે રાજ્ય સરકારે વાલી મંડળો સાથે બેઠક કરી છે.

ગાંધીનગરમાં મળેલી બેઠકમાં વાલીમંડળો દ્વારા ત્રણથી છ માસ સુધીની ફી માફ કરવાની માંગ કરવામા આવી હતી. રાજ્ય સરકારે આ માગણીને નકારી નથી અને ફરી બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. તેના કારણે એવા સંકેત મળી રહ્યા છે કે, સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારી રહી છે અને મધ્યમ વર્ગના વાલીઓને મોટી રાહત આપવાની દિશામાં પ્રયાત્નો કરી રહી છે.