દેશ

રથયાત્રાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કોરોના સંકટને પગલે જગન્નાથ પૂરીની ઐતિહાસિક રથયાત્રા પર આ વર્ષે રોક

294views

જગન્નાથ પુરીમાં ઐતિહાસિક રથયાત્રાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પૂરીમાં 23 જૂને નિકળનારી રથયાત્રા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ તેમજ લોકોના સ્વાસ્થ્યને જોતા આ વર્ષે પુરીમાં રથયાત્રાને મંજૂરી આપી શકાય નહી. સુપ્રીમ કોર્ટમાં જગન્નાથ પુરીમાં રથયાત્રા સંદર્ભે કરાયેલી અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે આ નિર્ણય કર્યો છે